અગાઉ વૃદ્ધે દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતીમોરબી : મોરબીના મુનનગર ચોકમાં બે દંપતી વાતચીત કરતા હતા ત્યારે એક મહિલા સહિતના ત્રણ આરોપીઓએ કારણ વગર ઝઘડો કરી ઢીકા પાટુનો માર મારતા આ બનાવમાં વળતી ફરિયાદ નોંધાઇ છે.મોરબીના મુનનગર ચોકમાં ગત તા.7 નવેમ્બરના રોજ શહેરના રવાપર રોડ ઉપર શિવમ પેલેસમાં રહેતા ફરિયાદી વિજયભાઈ ત્રિભોવનભાઈ સવસાણી તથા તેમના ભાઈ પસાર થતા જતા ત્યારે બન્નેના પત્ની ત્યાં હોય વાતચીત કરવા ઉભા હતા ત્યારે આરોપી રાજેન્દ્રભાઇ મોહનભાઇ દેત્રોજા, મીનબેન વસંતભાઈ દેત્રોજા અને આનંદ વસંતભાઈ દેત્રોજા રહે. ન્યુ ચંદ્રેશનગર વાળાઓએ કારણ વગર ઝઘડો કરી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.નોંધનીય છે કે આ અગાઉ બનાવ બાબતે રાજેન્દ્રભાઇ દેત્રોજાએ પણ ફરિયાદ નોંધાવી હતી.