કરિયાવર મુદ્દે ત્રાસ આપતા પરિણીતાએ એસિડ ગટગટાવી લીધું હતું વાંકાનેર : વાંકાનેરના ભરવાડપરામાં રહેતા સાસરિયાઓએ પરિણીતાને કરિયાવર બાબતે ત્રાસ આપીને મરવા મજબૂર કરતા બનાવ મામલે મૃતક પરિણીતા રૂપલબેનના ભાઈ મુનાભાઈ રાણાભાઈ સાટકાએ પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના ભરવાડપરામાં રહેતા રૂપલબેન અવધભાઈ સરૈયાએ ગત તા.23ના રોજ એસિડ પી લઈ આપઘાત કરી લેતા બનાવ અંગે રૂપલબેનના ભાઈ મુનાભાઈ રાણાભાઈ સાટકા, રહે. જડેશ્વર કોઠારીયા, તા. વાંકાનેર વાળાએ આરોપી એવા રૂપલબેનના પતિ અવધભાઈ ભુપતભાઈ સરૈયા, સસરા ભુપતભાઈ ગાંડુભાઈ સરૈયા અને હર્ષાબેન ભુપતભાઈ સરૈયા વિરુદ્ધ કરિયાવર મુદ્દે ત્રાસ આપી મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ. કલમ 108 અને 54 મુજબ ગુનો દાખલ કર્યો છે. ઘટનાની વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.કે.મહેશ્વરી ચલાવી રહ્યા છે. #Wankaner #Suicide #CrimeNews #WankanerPolice #MorbiUpdate