જ્ઞાનનગરીમાં બનેલી ઘટના અંગે ગામના સામાજિક આગેવાને ફરિયાદ નોંધાવી મોરબી : માળીયા મિયાણા તાલુકાના ધર્મભૂમિ ગણાતા વવાણીયા ગામમાં જ્ઞાનનગરીમાં આવેલ સ્મશાનગૃહમાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા હિન્દૂ દેવી-દેવતાઓની મૂર્તિ જાણી જોઈને ખંડિત કરી હિન્દૂ સમાજની લાગણી દુભાવવામાં આવતા બનાવ અંગે ગામના સામાજિક આગેવાને અજાણ્યા ઈસમ વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામના સામાજિક આગેવાન અને ખેડૂત અશ્વિનસીંહ મેઘુભા પરમાર દ્વારા માળીયા મિયાણા પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ અજાણ્યા ઈસમો દ્વારા વવાણીયા ગામના જ્ઞાનનગરીમાં આવેલ હિન્દૂ સ્મશાનમાં ગત તા.18જૂનથી 15 ઓગસ્ટના સમયગાળા દરમિયાન સ્મશાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી હિન્દુ સમાજ દ્વારા રાખવામા આવેલ દેવી દેવતાની મુર્તિઓને જાણી જોઇ તોડી ખંડીત કરી નુકશાન કરી હિન્દુ સમાજની લાગણી દુભાઇ તેવુ ક્રુત્ય કર્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.