પતિ તેમજ દિયર દારૂ પી ત્રાસ આપતા હોય ત્રણ દિવસ પૂર્વે પરિણીતાએ એસિડ પી કર્યો હતો આપઘાતમોરબી : મોરબી તાલુકાના રંગપર ગામે ત્રણ દિવસ પૂર્વે પરિણીતાએ એસિડ પી આપઘાત કરી લેવાની ઘટનામાં મૃતકના ભાઈએ મૃતકના પતિ અને દિયર નણંદની ચડામણીથી દારૂ પી પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા હોય અંતિમ પગલું ભરી એસિડ પી લીધું હોવાની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ મૂળ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ચૂર ગામના વતની અને હાલમાં રાજકોટ બાબરીયા કોલોની ખાતે રહેતા ફરિયાદી શક્તિસિંહ બચુભા જાડેજાએ તેમના બહેન ભક્તિબા ઝાલા ઉ.26એ ગત તા.30જુનના રોજ એસિડ પી આપઘાત કરી લેવાના બનાવ અંગે આરોપી એવા ભક્તિબાના પતિ રાજદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, દિયર પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ ઝાલા રહે.બન્ને રંગપર, તા.મોરબી અને નણંદ હર્ષાબા રહે.સુરેન્દ્રનગર વાળાઓ વિરુદ્ધ તેમના બહેન ભક્તિબાને એસિડ પી મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી.વધુમાં ફરિયાદમાં જણાવાયું હતું કે, આરોપી નણંદ હર્ષાબાની ચડામણીને કારણે પતિ તેમજ દિયર દારૂ પી મૃતક ભક્તિબાને શારીરિક માનસિક ત્રાસ આપી અવાર નવાર ઘરમાંથી કાઢી મુકતા હોય ભક્તિબાએ આ પગલું ભરી લીધું હોવાનું જાહેર કર્યું હતું.બનાવ અંગે તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.