14 વર્ષથી ઓછી ઉંમરના સગીરો પાસે કામ લેવાતું હોય શ્રમ વિભાગ દ્વારા ફરીયાદમોરબી : મોરબી શહેરના માધાપર વિસ્તારમાં આવેલ એક કારખાનામાં 14 વર્ષથી ઓછી ઉંમરના સગીર બાળકો પાસેથી કામ લેવામાં આવતું હોવાની બાતમીને આધારે શ્રમ વિભાગે ચેકીંગ કરતા બાળમજૂરી કરાવવામાં આવતી હોવાનું સામે આવતા કારખાનેદાર વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શ્રમ આયુક્ત કચેરી દ્વારા મોરબી શહેરમાં બાળ મજૂરી પ્રતિબંધધારા મુજબ અલગ અલગ કારખાનામાં ચેકીંગ દરમિયાન બાતમીને આધારે માધાપર વિસ્તારમાં આવેલ મોરબી નાઇફ વર્ક્સ નામના કારખાનામાં ચેકીંગ કરતા અહીં 14 વર્ષથી નીચેના બાળકો પાસે કામ કરાવવામાં આવતું હોવાનું સામે આવતા મદદનીશ શ્રમ આયુક્ત મિતેશકુમાર પરસોત્તમભાઈ જોષીએ કારખાનેદાર આરોપી રઘુવીરસિંહ નવીનચંદ્ર રહે.માધાપર, અંબિકા રોડ વાળા વિરુદ્ધ બાળ અને તરુણ કામદાર પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.