ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા - પડધરી રોડ પર નેકનામ નજીક ભારત ગેસના ગોડાઉન પાસે ગત તા.17ના રોજ મોટર સાયકલ નંબર જીજે - 03 - પીઇ - 8437 લઈને જઈ રહેલા વાલજીભાઈ ડાયાભાઇ ભોરણીયાને જીજે - 36 - એક્સ - 1846 નંબરના આઈવા ડમ્પર ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોચાડતા વાલજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક નાસી ગયો હોય મૃતકના નાના ભાઈ અનિલભાઈ ડાયાભાઇ ભોરણીયા રહે.રવાપર રોડ, અમૃતનગર વાળાઓએ ટંકારા પોલીસ મથકમાં આઈવા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.