સાયન્ટિફિક રોડ પર એક્સેસ મોટર સાયકલમાં 35 લીટર દારૂ સાથે એક યુવક અને સગીર ઝડપાયામોરબી : મોરબી શહેરમાં દેશી દારૂના ધંધાર્થી દંપતી દ્વારા સગીર તેમજ યુવક પાસે દેશી દારૂની હેરફેર કરાવતા હોવાનું સામે આવતા પોલીસે મોટર સાયકલ લઈને નીકળેલા સગીર અને યુવકને 35 લીટર દેશી દારૂ સાથે ઝડપી લઈ દારૂના ધંધાર્થી એવા વજેપરના દંપતી વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એ ડિવિઝન પોલીસે વજેપર સાયન્ટિફિક રોડ પરથી પસાર થતા જીજે -36 -એએમ - 3362 નંબરના એક્સેસ મોટર સાયકલને અટકાવી તલાશી લેતા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તેમજ આરોપી રવિ રઘુભાઈ દેગામા ઉ.26 રહે.મકનસર વાળાના કબ્જામાંથી 35 લીટર દેશી દારૂ મળી આવતા રૂ.7 હજારનો દારૂ તેમજ 25 હજારનું મોટર સાયકલ અને 10 હજારના બે મોબાઈલ મળી રૂ.42 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.આરોપીની પૂછતાછમાં દેશી દારૂના ધંધાર્થી મનીષાબેન સુરેશભાઈ થરેસા અને સુરેશભાઈ લક્ષ્મણભાઈ થરેસાના કહેવાથી દારૂની હેરફેર કરતા હોવાનું કબુલતા પોલીસે ચારેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ તેમજ જુવેનાઇલ જસ્ટિસ એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.