મોરબી : મોરબીના સિરામિક સિટીના થૂંકવા મામલે પાંચ શખ્સોએ ફ્લેટમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ આપવામાં આવી છે. જો કે ફરિયાદીના કહેવા મુજબ અરજી ઉપરથી હજુ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે સર્વેશ વિજયશંકર મિશ્રા ઉ.વ.46 રહે. સિરામિક સિટી ફ્લેટ નં. આઈ 1, 104 વાળાએ અરજીમાં જણાવ્યું હતું કે જીજ્ઞેશ રમેશભાઈ અને તેના ચાર મીત્ર તા.2 સપ્ટેમ્બરના રોજ પાનની દુકાને ઉભા હતા ત્યારે ઉપર ફ્લેટમાંથી કોઈ થુંકતા તેના માથે પડતા તેઓ ઝઘડો કરવા ફ્લેટમાં આવ્યા હતા. બે - ત્રણ ફ્લેટમાં કાચની બારીમાં પથ્થરના ઘા કરી તોડફોડ કરી હતી. જેથી તેઓએ 112 ઉપર કોલ કર્યો હતો. બાદમાં પોલીસ ચોકીએ જઈ અરજી આપી હતી. જો કે આ મામલે આગળની કાર્યવાહી ન થઈ હોવાનું તેઓ જણાવી રહ્યા છે.