મહિલાઓ સહિત 11 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદવાંકાનેર : વાંકાનેર શહેરમાં ભાટિયા સોસાયટીમાં બે દિવસ પૂર્વે ફટાકડા ફોડવા બાબતે થયેલ ઝઘડામાં ગઈકાલે ફરિયાદ નોંધાયા બાદ સામાપક્ષે પણ ફરિયાદ નોંધાવી ફટાકડા ફોડવાનું બંધ કરવાનું કહેવા છતાં મહિલાઓ સહિતના 11 આરોપીઓએ ઝઘડો કરી લાકડી અને પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપવા મામલે ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ભાટિયા સોસાયટીમાં રહેતા નાઝીમ આબીદભાઈ કલાડીયા ઉ.19 નામના યુવાને આરોપી (૧) ઇલીયાસભાઇ અકબરભાઇ પઠાણ (૨) શેહજાદ ઇલીયાસભાઇ પઠાણ (૩) અજમીનાબેન ઇલીયાસભાઇ પઠાણ (૪) હલીમાબેન ઇલીયાસભાઇ પઠાણ (૫) અફજલભાઇ અકબરભાઇ પઠાણ (૬) મુમતાજબેન અફજલભાઇ પઠાણ (૭) મુસ્કાનબેન અફજલભાઇ પઠાણ (૮) હિનાબેન અફજલભાઇ પઠાણ (૯) સાનિયાબેન અફજલભાઇ પઠાણ (૧૦) આફતાબભાઇ અફજલભાઇ પઠાણ અને (૧૧) અસરફભાઇ અફજલભાઇ પઠાણ રહે.બધા ભાટીયા સોસાયાટી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.11ના રોજ રાત્રીના સમયે ફટાકડા ફોડતા હતા ત્યારે આરોપીઓએ ફટાકડા ફોડવાની ના પાડતા અમે હવે ફટાકડા નહિ ફોડીએ તેમ કહેવા છતાં આરોપીઓએ લાકડી, પાઇપ વડે હુમલો કરી ફરિયાદી તેમજ સાહેદ અબરાર, મુનિબેન, આર્યન, મુનાફ સહિતનાઓને મૂંઢ માર મારી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે વળતી ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.