મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં સાયબર માફિયાઓ છેતરપિંડીથી મેળવેલી રકમ મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવવા મામલે કાર્યવાહી શરૂ થઈ છે ત્યારે છેતરપીંડીથી મેળવેલા નાણાં પોતાના એકાઉન્ટમાં જમા કરાવી બાદમાં ચેક, એટીએમથી નાણાં ઉપાડી આંગડિયા મારફતે સાયબર માફિયાઓને મોકલવા મામલે હળવદ પોલીસે પણ હરજીવનભાઇ નરભેરામ પટેલ અને સાગર ભુદરભાઇ પટેલ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.