મોરબી : મોરબી તાલુકાના પંચાસર ગામે વાડી વિસ્તારમાંથી એક સગીરાને બે શખ્સ ભગાડી ગયાની ફરિયાદ નોંધાઇ છે. સગીરાના ભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે પ્રેમજીભાઈ શોભણભાઈ ભુરિયા અને એક અજાણ્યો શખ્સ સગીર વયની તેમની બહેનને મોટરસાયકલ ઉપર લઈને નાશી છૂટયા છે. આ ફરિયાદના આધારે તાલુકા પોલીસે બે શખ્સો સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.