મોરબી : મોરબીના વીશીપરામાં સ્મશાન રોડ ઉપર કેશવાનંદ બાપુના આશ્રમ પાછળ મચ્છુ નદીના કાઠે ધોળેશ્વર મહાદેવના મંદીર પાછળ ગઈકાલે કોઈ અજાણી મહિલાએ નવજાત મૃત બાળક ત્યજી દેતા આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગીરીરાજગીરી ઉર્ફે સંદીપભાઇ જેઠીગીરીની ફરિયાદને આધારે અજાણી મહિલા વિરુદ્ધ આઇપીસી કલમ 318 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.