પોલીસે શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી મોરબી : મોરબીની ખાનગી શાળામાં વિદ્યાર્થીને બેન્ચ બદલવા જેવી સામાન્ય બાબતે શિક્ષક દ્વારા ગરદન ઉપર માર મારવામાં આવતા બેભાન બની ગયેલા વિદ્યાર્થીને હાલમાં મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે શિક્ષક સામે ગુન્હો નોંધી તાપસ હાથ ધરી . જો કે શાળા સંચાલકે કહ્યું હતું કે છોકરો તોફાની છે એટલે શિક્ષકે માર માર્યું હશે પણ બીજો કોઈ ઈરાદો ન હોવાનું જણાવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની નીલકંઠ વિદ્યાલયમા ધોરણ 12 મા અભ્યાસ કરતા ઇબ્રાહિમ હુસેનભાઈ નામના વિદ્યાર્થીને શાળાના શિક્ષકે બેન્ચ બદલવા જેવી સામાન્ય બાબતે ગરદન ઉપર માર મારતા આ વિદ્યાર્થી બેભાન બની ગયો હતો. આ વિદ્યાર્થીને પરિવારજનોએ ગઈકાલે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. આ ઘટના અંગે પોલીસે શહેરની નીલકંઠ વિદ્યાલયના શિક્ષક ગૌતમદાસ સામે વિદ્યાર્થીને માર મારવાની ફરિયાદ નોંધી વધુ તાપસ હાથ ધરી છે.