મોરબી : મોરબી પણ અમદાવાદના તથ્ય પટેલની જેમ જોખમી ડ્રાઇવિંગના કિસ્સામાં ઉમા ટાઉનશીપ રોડ ઉપર ફૂલ સ્પીડે સ્કોર્પિયો કાર હંકારી એક શખ્સે એક્ટિવા તેમજ લારી ઉલાળી લોકોના જીવ જોખમમાં મુકતા આ સ્કોર્પિયો ગાડીના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઉમા ટાઉનશીપ રોડ ઉપર ગઈકાલે રાત્રે જીજે - 11 - બીએચ - 0005 નંબરના સ્કોર્પિયો ગાડીના ચાલકે બેફામ ગતિએ સ્કોર્પિયો ચલાવી એક એકટીવા અને એક લારીને ઝપટે લઈ નુકશાન કર્યું હતું તેમજ ફરિયાદી દિલીપભાઈ રસિકભાઈ મહેતા તથા અન્ય લોકો સાઈડમાં ખસી જતા માંડ બચ્યા હતા. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે દિલીપભાઈની ફરિયાદને આધારે જોખમી રીતે કાર ચલાવી નીકળી બાદમાં અકસ્માત સર્જી નાસી ગયેલા સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.