મુરઘી વેચવાના ધંધા ખારને લઈને હુમલો થયાનું ખુલ્યુંમોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર સિન્ધુભવન નજીક ગઈકાલે સાંજના સમયે ફિલ્મી સ્ટાઈલથી સ્કોર્પિયો કારના ચાલકે સ્વીફ્ટ કારને ઉપરા ઉપરી ટક્કર મારી ધોકા, પાઇપ સહિતના હથિયાર વડે કારમાં તોડફોડ કરવા મામલે પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે અને મુરઘી વેચવાના ધંધા ખારમાં આ હુમલો થયાનું સામે આવ્યું છે.મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર સિન્ધુભવન નજીક ગઈકાલે સાંજના પોણા પાંચેક વાગ્યાના અરસામાં જીજે - 36 - એફ - 4143 નંબરના સ્કોર્પિયો કારના ચાલકે જીજે - 36 - એએફ - 8150 નંબરની રોડ ઉપર ઉભેલી સ્વીફ્ટ કારને ફિલ્મી સ્ટાઈલથી ઉપરાછાપરી ત્રણ ટક્કર મારતા કારમાં બેઠેલા ફરિયાદી મુસ્તાક કાસમભાઈ સંધવાણી, જુસબ ગફુરભાઈ જામ અને સુલતાન સુલેમાન સુમરાને ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સિવિલના દાખલ થયા હતા.આ બનાવ અંગે ફરિયાદી મુસ્તાકભાઇ કાસમભાઇ સંધવાણી, રહે. લાતીપ્લોટ જોન્સનગર-10 મોરબી વાળાની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી આમદ કાસમ કટીયા (૨) અકબર ઉર્ફે અકુકાસમભાઇ કટીયા (૩) વસીમ યુનુશભાઇ સેડાત(૪) જુસબ દિલાવરભાઇ માણેક રહે. બધા વીસીપરા મોરબી તથા (૫) ફિરોજ સુલેમાન માલાણી રહે.વાવડીરોડ, મોરબી વાળા વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. વધુમાં આરોપી અને ફરિયાદી વચ્ચે નીચી માંડલ કેનાલ નજીક મુરઘી વેચવા મામલે ઝઘડો થયો હોય આ ઝઘડાના ખારમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.