કાર ચાલકે ઠોકર મારતા બાઈક સવારને ઇજા પહોંચી, વર્ના કાર અને રીક્ષામા નુકશાન કર્યુંમોરબી : મોરબીના લાતીપ્લોટમાં ધૂમ સ્ટાઇલ પુરપાટ ઝડપે નીકળેલા સ્વીફ્ટ કારના ચાલકે એક બાઈક ચાલકને હડફેટે લઈ પછાડી દઈ પગમાં ઇજા પહોંચાડવાની સાથે સીએનજી રીક્ષા અને વર્ના કારમાં કાર અથડાવી નુકશાન કરી નાસી જતા સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના લાતીપ્લોટ શેરી નંબર 2મા જુના અજંતા બિલ્ડીંગ પાસે જીજે - 36 - એલ - 4670 નંબરની કારના ચાલકે બેફામ ગતિએ પોતાની કાર ચલાવી બાઈક ચાલક દીક્ષિત જયંતીભાઈ કાંજીયાને હડફેટે લઈ બાઈક સાથે નીચે પછાડી દઈ ઇજા પહોંચાડ્યા બાદ સાહેદ પ્રવીણભાઈની જીજે - 36 - એએફ - 5877 નંબરની વર્ના કારમાં નુકશાન કરવાની સાથે જીજે - 36 - યુ - 8438 નંબરની સીએનજી રીક્ષામાં પણ કાર ભટકાડી નુકશાન કરી નાસી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ બનાવમાં કાર નંબરના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.