ટંકારા : ટંકારાના હડમતીયા ગામે યુવકને ફોન ઉપર ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. જે બનાવની મળતી વિગત અનુસાર ટંકારા તાલુકાના હડમતિયા ગામે રહેતા અનિલભાઈ ઉર્ફે જગદીશભાઈ મનસુખભાઇ કામરીયા ઉ.વ. 31એ ફરિયાદ નોંધાવી હતી કે ભરતભાઈ વાઘજીભાઈ પરમાર ઉ.વ.42 રહે. ધૂનડા વાળાએ તેઓને ફોન ઉપર ગાળો દઈને ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે ટંકારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.