સીટી એ ડિવિઝન પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યોમોરબી : મોરબીમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન જુના બસસ્ટેન્ડ નજીક મચ્છીપીઠ નજીકથી શોભાયાત્રા પસાર થઇ ત્યારે એક મહિલાએ ધાર્મિક લાગણી દુભાય તેવા કેટલાક નારા લગાવતા આ ગંભીર બનાવ મામલે મુસ્લિમ સમાજની લાગણી દુભાતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મચ્છીપીઠમાં મસ્જીદ રોડ પર રહેતા ફારૂક આદમ સંધીએ એક અજાણી મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગત તા. ૧૭ ના રોજ રામનવમી નિમિતે શોભાયાત્રા નીકળી હતી ત્યારે મચ્છીપીઠ પાસેથી શોભાયાત્રા પસાર થઇ તે સમયે એક અજાણી મહિલાએ મુસ્લિમ ધર્મ વિરુદ્ધ ટીપ્પણી કરતા નારા લગાવ્યા હતા જેથી સમાજની લાગણી દુભાઈ છે, બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ આઈપીસી કલમ ૨૯૫ (એ), ૧૫૩ (એ), ૫૦૪ મુજબ ફરિયાદ નોંધી છે. આ અંગેની વધુ તપાસ મહિલા પીએસઆઈ સોનારા ચલાવી રહ્યા છે.