હિંમતનગર અબુંજા કંપનીમાં મોકલાવેલ કોલસોની ચકાસણીમાં ઘાલમેલ સામે આવતા એલસીબી અને માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ માળીયા : મોરબીના નવલખી બંદરેથી અબુંજા એક્સપોર્ટ કંપની હિંમતનગર ખાતે મોકલવામાં આવેલ લાખો રૂપિયાનો વિદેશી કોલસો કાઢી લઈ તેમાં હલકો કોલસો અને માટી નાખી ટ્રક ચાલકો અને ટ્રાન્સપોર્ટર દ્વારા કૌભાંડ આચરવામાં આવતા આ મામલે મોરબી એલસીબી અને માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ઇન્ડોનેશિયાનો ઉચ્ચ ક્વોલિટીવાળો કોલસો કાઢી લઈ માટી અને હલકો કોલસો પધરાવી દેવાના આ ચકચારી કૌભાંડ અંગે વાસુકી ટ્રેડ લિંક કંપનીના મેનેજર જસ્મીનભાઇ બાલશંકર માઢક, રહે. મહાકાળી ભુવન, નવલનગર, શેરી નં.-૩, મવડી મેઇન રોડ, રાજકોટ વાળાએ અલગ અલગ દસ ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી એલસીબી અને માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓની વાસુકી ટ્રેડ લિંક કંપની દ્વારા હિંમતનગર ખાતે આવેલ અબુંજા એક્સપોર્ટ કંપનીમાં ટ્રક નં.- GJ-10-TU-8431, ટ્રક નં. GJ-12-AC-6805, માલીક, સુનિલ વિરડા રહે. સોનગઢ તા. માળીયા, ટ્રક નંબર GJ-10-TT – 3862, GJ-10-TV – 1838, ટ્રક નં. GJ-36 – v - 5994, GJ-12-BW – 5779, ટ્રક નંબર GJ-36-T- 6024, ટ્રક નંબર GJ- 36 -V- 1289, ટ્રક નંબર GJ-36 – T - 5994નો ચાલક તેમજ વિરાટ લોજીસ્ટીક વાળા દિપક વશરામભાઇ રહે. વોર્ડ નં.-૮, ઓસલો સર્કલ, ગાંધીધામ જિ. કચ્છ મારફતે કોલસો હિંમતનગર મોકલાવ્યો હતો જેમાં ટ્રક ચાલક અને ટ્રાન્સપોર્ટર દ્વારા મિલાપીપણું કરી સારી ગુણવત્તાનો કોલસો રસ્તામાં કાઢી લઈ અબુંજા કંપનીમાં હલકો કોલસો ધાબડી દેતા અબુંજા કંપનીએ વાસુકી કંપનીને ફરિયાદ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. હાલ માળીયા પોલીસે વાસુકી કંપનીના મેનેજરની ફરિયાદને આધારે ટ્રાન્સપોર્ટર અને ટ્રક ચાલકો વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૭,૪૬૧,૪૬૨,૧૧૪ મુજબ 22 લાખથી વધુ કિંમતના કોલસામાં ઘાલમેલ કરી વિશ્વાસઘાત કરવા અંગે ગુન્હો નોંધી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.