મોરબી : માળીયા-હળવદ નેશનલ હાઈવે પર અણીયારી ટોલ નાકે બે દિવસ પૂર્વે ગાઢ ધુમ્મસમા એક બાદ એક વાહનો અથડાવના બનાવમાં કચ્છના ગાંધીધામ, ગળપાદર ખાતે ગાયત્રી સોસાયટીમાં રહેતા જયરાજસિંહ ગીરીરાજસિંહ ઝાલાએ ટ્રક-કંન્ટેનર નંબર-GJ-12-AZ-1606ના ચાલકે અણીયારી ટોલ પ્લાઝે લાઈનમા આગળ ઉભેલ ટ્રક-કંન્ટેનર નંબર-GJ-12-BT-1199 વાળી પાછળ ઘુસાડી દઈ અકસ્માત સર્જી ઈજાઓ પહોંચાડતા માળીયા પોલીસ મથકમાં ફરિયાદનોંધાવી હતી.