મોરબી : મોરબીમાં સગીરાને એક શખ્સ ભગાડી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવની એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર રહેતી સગીરાને સચીનભાઇ ચુનાર રહે.વટવા અમદાવાદ નામનો શખ્સ ગત તા.૧૪ ના રોજ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો.આ બનાવની સગીરાના પરિવારજનોએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે એ ડિવિઝન પોલીસે આરોપી સામે સગીરાના અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .