મોરબી : હાલ કોરોના મહામારીમાં શાળા બંધ છે ત્યારે ઘીયાવડ પ્રાથમિક શાળામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ શાળા સાથે સંકળાયેલાં રહે અને સહભ્યાસીક પ્રવૃત્તિ દ્વારા સર્વાંગી વિકાસ ચાલુ રહે તે હેતુથી ધોરણ 1થી 8 ના બાળકો માટે ઓનલાઈન દેશભક્તિ અભિનય ગીત સ્પર્ધા અને ઓનલાઈન રાષ્ટ્રધ્વજ સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામા આવેલ હતું. બ્લોક રિસોર્સ સેન્ટર કોઓર્ડિનેટર અબ્દુલભાઈ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગરચરભાઈ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધા યોજવામાં આવતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને તમામ બાળકોને શિક્ષક નમ્રતાબા અને વિરેન્દ્રસિંહ તરફથી ક્લસ્ટર રિસોર્સ સેન્ટરના સહ-સંયોજક ઇર્ષાદભાઈ શેરસિયા અને શિક્ષકોના હસ્તે ઘરે - ઘરે જઈને ઇનામ આપવામાં આવ્યા હતા. તેમજ સ્પર્ધાને સફળ બનાવવા શિક્ષક કવિતાબેન, નમ્રતાબા, મીરલબેન, રવજીભાઈ અને દિનેશભાઇએ જહેમત ઉઠાવી હતી. ઉપરાંત હાલ બાળકો માટે ઓનલાઈન રાખડી સ્પર્ધાનું પણ આયોજન કરેલ છે. આ સાથે હોમ લર્નિંગની પ્રવૃત્તિઓ પણ કાર્યરત છે. સાથે જ શાળામાં 75માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કોરોના ગાઈડલાઇન્સ મુજબ કરીને આ વર્ષે ધ્વજવંદન કોરોનાના લીધે અવસાન પામેલા સ્વ. જ્યોત્સનબા લખધીરસિંહ ઝાલાના પુત્ર જયવર્ધનસિંહ ઝાલાના હસ્તે કરાવીને તેમને પ્રોત્સહિત કરવામાં આવ્યા હતા. આમ, 'શાળા બંધ છે, પણ શિક્ષણ નહીં' તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..