જમીન સંપાદનમાં સૌથી વધુ ભોગ મોરબી જિલ્લો બનશે, 1885ના ટેલીગ્રાફ એક્ટ અને 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ વળતર ચુકવાતું નથી, આવતીકાલે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂતો કલેક્ટરને આવેદન આપશે મોરબી : મોરબી સહિતના જિલ્લાઓમાં હેવી વીજલાઈનના વળતરને લઈને છેલ્લા ઘણા સમયથી ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી છે. તેવામાં ખેડૂત નેતા તરીકે જાણીતા એવા પાલભાઈ આંબલિયા અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના અગ્રણીઓએ 20 દિવસથી મોરબીના ખેડૂતોને મળી તેઓને જાગૃત કરી રહી છે. હવે આ સમિતિના નેજા હેઠળ આવતીકાલે જિલ્લા કલેક્ટરને આવેદન આપવાની જાહેરાત કરવામાં આવી છે.ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના અગ્રણી એવા પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે આવનારા દિવસોમાં જામનગર, દ્વારકા અને કચ્છમાં જે વીજળીનું પ્રોડક્શન ખાનગી કંપનીઓ કરવાની છે. તેને જમ્મુ કાશ્મીરથી લઈ તેલંગાણા સુધી વેચવાની છે. આ કંપની ધંધો કરે છે. તો અમારી મિલકત એટલે કે અમારા ખેતરનો ઉપયોગ કેવી રીતે કરી શકે ? નિયમો મુજબ જ્યારે કોઈ એક વ્યક્તિ ધંધો કરવા માટે બીજી વ્યક્તિની મિલકતનો ઉપયોગ કરે તો તેને સહમતિ લેવી જરૂરી છે અને એટલું જ નહીં એની સાથે ભાડા કરાર કરવો પડે અથવા તો મિલકત વેચાતી લઈ લેવી પડે. અત્યારે સવાલ એ છે કે કંપની ધંધો કરવા માટે 25 વર્ષ માટે અમારા ખેતરનો ઉપયોગ કરશે. તેમાં સરકારને દખલ દેવાની શું જરૂર છે ? સરકારે દખલગીરી કરવી હોય તો 1885 નો ટેલીગ્રાફ એક્ટ એમ કહે છે કે ઓછામાં ઓછું નુકસાન અને વધારેમાં વધારે વળતર. આ સમયે નુકસાન શબ્દની વ્યાખ્યા પણ સમજવી પડે. આ વીજ લાઈન અમારા ખેતરમાંથી નીકળે એટલે ખેતર જિંદગીભર બિનખેતી ન થઈ શકે. એટલે ખેતરની કિંમત કાયમ માટે ઘટી ગઈ. હવે આ વીજલાઈન આવ્યા બાદ ખેતર વેચવું હોય તો એની 50 ટકા કિંમત ઘટે છે. ઘટતી કિંમતને વળતરમાં સમાવેશ કેમ નથી કરતા ? 2013નો જમીન સંપાદનનો કાયદો પણ સ્પષ્ટ કહે છે કે માર્કેટભાવનું 4 ગણું વળતર ખેડૂતને આપવું. 1885ના ટેલીગ્રાફ એક્ટ હેઠળ અને 2003ના ઇલેક્ટ્રિસિટી હેઠળ અમને કલેક્ટરો નોટિસ આપે છે. તેઓ નોટિસમાં લખે છે કે તમને પ્રવર્તમાન કાયદા અનુસાર નોટિસ આપવામાં આવી છે. ત્યારે સવાલ એ છે કે આ કલેક્ટરોએ પ્રવર્તમાન કાયદા મુજબ વળતર આપ્યું છે કે રાજ્ય સરકારના 2017થી 2024 સુધીના પરિપત્રો મુજબ વળતર આપ્યું છે ? કાયદાનું નામ લખે છે પણ તેના મુજબ વળતર આપતા નથી. જંત્રી ભાવના 25 ટકા રકમ ખેડૂતને આપે છે. એનો અર્થ એવો થાય છે કે સરકાર પોતે જાણી જોઈને કંપનીઓને ફાયદો કરાવે છે.તેઓએ કહ્યું કે અમારી માંગ એવી છે કે ગુજરાતમાં જ્યાં જ્યાં વીજ પોલ ખેતરમાં આવે ત્યાં ઓછામાં ઓછું 2 કરોડનું વળતર એક પોલ દીઠ આપવામાં આવે. જે ખેતરની કિંમત ઘટે છે તેનું માત્ર વન ટાઈમ સેટલમેન્ટ હશે. કંપની 25 વર્ષ સુધી ધંધો જ કરવાની છે. એટલે માસિક રૂ.50 હજાર ભાડું આપવામાં આવે અને દર વર્ષે ફુગાવો વધે તેમ આ રકમ પણ વધારવામાં આવે. અંતમાં પાલભાઇ આંબલિયાએ જણાવ્યું કે અમે 20 દિવસથી મોરબી જિલ્લાના અલગ અલગ ગામોમાં જઈ ખેડૂતોને જાગૃત કરીએ છીએ. આવતીકાલે મંગળવારે સવારે 10 વાગ્યે કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂતો કલેક્ટર પાસે જઈ આવેદન આપશે. જેમાં અમે અલગ અલગ 13 માંગ મુકીશું. આ ઉપરાંત કલેક્ટરનો રોલ, પોલીસનો રોલ શુ રહ્યો તે બાબતે ચર્ચા કરીશું. રાજસ્થાન સરકાર ખેડૂતોને માર્કેટ ભાવનું 4 ગણું વળતર અપાવે છે પાલભાઈ આંબલિયાએ રાજસ્થાનનું ઉદાહરણ ટાંકતા જણાવ્યું કે રાજસ્થાન સરકાર 2013ના જમીન સંપાદનના કાયદાને આગળ કરી માર્કેટનું 4 ગણુ વળતર ખેડૂતને આપવું તેવી એસઓપી બહાર પાડી શકે છે. તો ગુજરાત સરકારને શુ પેટમાં દુઃખે છે ? ગુજરાતમાં પણ આ મુજબ વળતર આપવું જોઇએ. નવસારી કલેક્ટર માર્કેટ ભાવ કરતા 4 ગણું વળતર અપાવી શકતા હોય તો બીજા કલેક્ટર કેમ નહિ ?પાલભાઈ આંબલિયાના જણાવ્યા અનુસાર નવસારી કલેક્ટર 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ હુકમ કરે છે કે માર્કેટ કરતા 4 ગણું વળતર ખેડૂતને આપવું. કિસાન સંઘર્ષ સમિતિની ટિમના જયેશભાઈ પટેલ સહિતનાએ લડત કરી આ હુકમ કરાવ્યો છે. જો નવસારી કલેક્ટર આવુ કરી શકતા હોય તો મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, દ્વારકાના કલેક્ટર કેમ નહિ ? શુ નવસારી જિલ્લો ગુજરાતમાં છે અને આ બાકીના જિલ્લા પાકિસ્તાનમાં છે ? ગુજરાતની અંદર જ અલગ અલગ વળતર કેમ ?તાલુકે-તાલુકે અને ખેડૂતે-ખેડૂતે વળતર કેમ અલગ ?પાલભાઈ આંબલિયાના જણાવ્યા અનુસાર 765 કેવીની વીજ લાઈન છે. 67 મીટરનો કોરિડોર છે. થાંભલાનું માપ ફિક્સ છે. એટલે જગ્યા ચોક્કસ રોકાય છે. એટલે નવસારીમાં પણ એટલી જ રોજાય, અમદાવાદ, સુરત અને કચ્છ અને મોરબીમાં પણ એટલી જ જગ્યા રોકાય છે. વીજ પ્રવાહ પણ 765 કેવી જ પસાર થવાનો છે. કંપની પણ એક જ છે. તો ખેડૂતે- ખેડૂતે, તાલુકે- તાલુકે વળતર અલગ કેમ છે ? કંપનીએ નિયમોનું પાલન કર્યું છે કે નહીં, તે જોયા બાદ પોલીસ તેને પ્રોટેક્શન આપેપાલભાઈ આંબલિયાએ કહ્યું કે પોલીસનો જમીન સંપાદનમાં રોલ છે તે સમજવા જેવો છે. હું ડીજીપીનું ધ્યાન દોરવા માંગુ છું કે કંપનીઓને પોલીસ પ્રોટેક્શન આપતા પહેલા એ કંપનીએ નિયમોનું પાલન કર્યું છે કે નહીં, તે જોવું પોલીસની ફરજ બને છે. પહેલા એ જોઈને પછી પ્રોટેક્શન આપે. જે રીતે કંપનીઓને પ્રોટેક્શન આપે છે. સામે કંપની જ્યાં અનઅધિકૃત રીતે પ્રવેશ કરતી હોય ત્યાં ખેડૂતોને પણ પોલીસે પ્રોટેક્શન આપવું જોઈએ. મોરબીમાં 5 ખેડૂતો મળી જાય, જેને એક રૂપિયો નથી મળ્યો છતાં ખેતરમાં ટાવર નખાય ગયાપાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે મોરબી જિલ્લામાં 5 ખેડૂતો એવા બતાવું કે જેના ખેતરમાં ટાવર ઉભા થઇ ગયા છે. તાર ખેંચાઈ ગયા છે. અને તેમ છતાં એ ખેડૂતને એક રૂપિયો વળતર મળ્યું નથી. કલેક્ટરે આમાં શુ ભૂમિકા ભજવી ? જિલ્લા પોલીસ તંત્રએ શું ભૂમિકા ભજવી છે ? તે સવાલ થાય છે. જો કાયદાનું જ કામ પોલીસે કરવાનું હોય તો આ 5 ખેડૂતના ખેતરમાં એની મંજૂરી વગર એક રૂપિયો વળતર આપ્યા વગર આ વીજપોલ કઈ રીતે ઉભા થઇ ગયા ?સાપકડા પાસે એવું સબ સ્ટેશન બનશે, જ્યાં બધેથી આવતો પાવર ભેગો થઇ તેનું વિભાજન થશેદ્વારકા, જામનગર અને કચ્છ આ ત્રણેય જિલ્લામાં વીન્ડ અને સોલાર એનર્જી પેદા થવાની છે....