વાંકાનેર : મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને CDHOના માર્ગદર્શન હેઠળ આજ રોજ PHC કોઠી હેઠળના આરોગ્ય કેન્દ્ર ચંદ્રપુર-2ની ભાટીયા સોસયટી વિસ્તારમાં કોમ્યુનિટી હેલ્થ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુંઆ મીટિંગમાં આરોગ્યની વિવિધ યોજનાઓ જેવી કે નમોશ્રી, PMVVY, NCD ના રોગો, તેમજ હાલમાં ચોમાસા દરમિયાન ફેલાતા રોગો ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ, ઝાડા વગેરે રોગોની અટકાયતી કામગીરી બાબતે લોકોને માહિતી આપવામાં આવી હતી. જેમાં PHC કોઠીના મેડિકલ ઓફિસર ડૉ. સાહિસ્તા કડીવાર તથા સરપંચ મનોહરસિંહ એચ. જાડેજા તેમજ આગેવાનો હાજર રહ્યાં હતાં અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તથા લોકોને આરોગ્ય લગતા પ્રશ્નોના નિવારણ તથા સલાહ સૂચન જેવી ચર્ચા કરવામાં આવી હતી.