થાંભલા નજીક જમીનમાંથી સતત ધુમાડા નીકળતા ભૂસ્તરશાસ્ત્રી અને GPCB ની ટીમે દોડી જઈ તપાસ હાથ ધરીહળવદ: મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માનગઢ ગામે એક મકાન પાસે અચાનક જમીનમાંથી રહસ્યમય રીતે ગરમ ગેસ અને ધુમાડા નીકળવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય સાથે ભયનો માહોલ ફેલાયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, માનગઢ ગામે સવારે 9:00 થી 9:30 વાગ્યાના અરસામાં જલ્પેશભાઈ રતિલાલભાઈ પટેલના ઘર પાસે આવેલા થાંભલાની બાજુમાંથી અચાનક ગરમ હવા અને ગેસ જેવા ધુમાડા નીકળતા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવતા સ્થળ પર જઈને પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાલુકા વિકાસ અધિકારી (TDO) સહિતની ઉચ્ચ કચેરીઓને તાત્કાલિક વાકેફ કરવામાં આવ્યા હતા. જેના પગલે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) ની ટીમે માનગઢ ગામે દોડી આવીને સ્થળ તપાસ હાથ ધરી હતી. આ ગેસ કેવા પ્રકારનો છે અને કયા કારણોસર નીકળી રહ્યો છે તે અંગે નિષ્ણાતોની ટીમ દ્વારા સેમ્પલિંગ અને તપાસ કરી તેનો રિપોર્ટ ઉચ્ચ કચેરીને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રહેણાંક વિસ્તારની નજીક સતત નીકળતી આ ગરમ હવાને લઈને સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.#Halvad #Mangarh #Morbi #GasLeak #GroundGas #GPCB #GeologyDepartment #MorbiUpdates #MorbiNews #GujaratNews