૧૭ સપ્ટે.થી ૨૨ સપ્ટે. દરમિયાન 'પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઇવેની સફાઈ' થીમ પર વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ મોરબી: મોરબી મહાપાલિકા દ્વારા 'સ્વચ્છતા હી સેવા-૨૦૨૫' પખવાડિયાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે તેને 'સ્વચ્છોત્સવ' તરીકે ઓળખવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત, તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૨ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી વિવિધ સ્વચ્છતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ પખવાડિયાના ભાગરૂપે, મોરબી મહાપાલિકા દ્વારા તા. ૧૭/૦૯/૨૦૨૫ થી ૨૨/૦૯/૨૦૨૫ દરમિયાન 'પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઇવેની સફાઈ' થીમ પર વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં, તા. ૧૭/૦૯/૨૦૨૫ ના રોજ જુના અને નવા બસ સ્ટેન્ડની સફાઈ, તા. ૧૮/૦૯/૨૦૨૫ ના રોજ રેલવે સ્ટેશનની સફાઈ, તા. ૧૯/૦૯/૨૦૨૫ ના રોજ શહેરી વિસ્તારમાં આવેલા રિક્ષા સ્ટેન્ડની સફાઈ, તા. ૨૦/૦૯/૨૦૨૫ ના રોજ નવલખી હાઇવે અને ત્રાજપરથી માળિયા ફાટક સુધીના માર્ગની સફાઈ, તા. ૨૧/૦૯/૨૦૨૫ ના રોજ મોરબી બાયપાસ હાઇવેની સફાઈ, અને તા. ૨૨/૦૯/૨૦૨૫ ના રોજ ડોર ટુ ડોર કચરા કલેક્શન વાહનોની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ ઉપરાંત, સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવા માટે વિવિધ IEC પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી. જેમાં તા. ૧૮/૦૯/૨૦૨૫ ના રોજ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા રેલી, તા. ૧૯/૦૯/૨૦૨૫ ના રોજ યોગ શિબિર, તા. ૨૦/૦૯/૨૦૨૫ ના રોજ વિવિધ વોર્ડમાં સ્વચ્છતા અભિયાન, તા. ૨૧/૦૯/૨૦૨૫ ના રોજ વિવિધ સ્કૂલોમાં ચિત્ર અને રંગોળી સ્પર્ધા, અને તા. ૨૨/૦૯/૨૦૨૫ ના રોજ મેરેથોનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.આ સઘન કામગીરીના ભાગરૂપે, તા. ૨૨/૦૯/૨૦૨૫ ના રોજ મોરબી મહાપાલિકાના કમિશનરે ઝોન નં. ૩ ની અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કર્મચારીઓની હાજરી ચકાસી હતી. તેમણે મચ્છુ માતાજીના મંદિર પાસે, જમાદાર શેરી અને ખાખરેચી દરવાજા પાસેના GVP પોઈન્ટ્સની પણ મુલાકાત લઈને સ્વચ્છતાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કાલિન્દ્રી નદી, અંબિકા રોડ અને નાની વાવડી પાસે આવેલા નાળાની સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરીએ મોરબી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની દિશામાં એક મજબૂત કદમ પૂરવાર કર્યું છે.