મોરબી : મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા તારીખ 1 સપ્ટેમ્બરના રોજ શહેરના ઝોન 4ની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં તેમણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ઝોન 4ના સફાઈ કર્મચારીની હાજરીની ચકાસણી કરી હતી તથા જીવીપી અને ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં તારીખ 26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત ₹8,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.