આંગળી ચીંધવાનું પુણ્ય મેળવો : મો. નં 9913701533 ફોન કરીને દરીદ્ર નારાયણનું સરનામું આપવું મોરબી : શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાડ થીજવતી ઠંડીમાં સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં શહેરમાં દરીદ્ર નારાયણને ધાબળા વિતરણ કરવામાં આવે છે. ત્યારે મોરબીનાં કોઇપણ વિસ્તારમાં ઓઢ્યા વગર સુતા દરીદ્ર નારાયણ જોવા મળે તો મો. નં. 9913701533 ફોન કરીને દરીદ્ર નારાયણનું સરનામું આપવા જણાવાયું છે. જાણ કરવાથી શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ એ જગ્યા ઉપર રૂબરૂ જઈને ધાબળા આપશે. જેથી કરીને કડકડતી ઠંડીમાં ફરજિયાતપણે ખુલ્લામાં રાત્રી વિતાવનારને રાહત મળી રહે. જે કોઈ દાતા તેમનાં નવા અથવા જુના ધાબળા, સ્વેટર, જાકિટ વગેરે કોઈપણ પ્રકારના ગરમ કપડાં જરૂરિયાતમંદોને પહોંચાડવા માગતા હોય તેઓને પણ શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી ને 9913701533 નંબર ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.