મોરબી : મોરબીમાં કોરોના વાયરસના ખપ્પરમાં સપડાયેલા કેટલાય પરિવારોમાં સ્વજનો માંદગીના બિછાને પડ્યા છે ત્યારે મોરબી પાટીદાર સમાજના અનેક યુવાનો, વડીલો, સેવાભાવીઓ કોરોનાના દર્દીઓ માટે ભોજન, ફળ, કોવિડ કેર સેન્ટર, ઓક્સિજન બોટલ, વાલ્વ સહિતની સેવા આપી રહ્યા છે. જેમાં પાટીદાર સમાજ દ્વારા મોરબી શહેરમાં સર્વજ્ઞાતિ માટે અંતિમયાત્રા-શબ વાહિનીની સેવા શરુ કરવામાં આવી છે. હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સ જેવા કોરોના યોદ્ધાઓ દ્વારા અથાગ પ્રયાસ છતાં સ્વજનનું અવસાન થાય ત્યારે ડેડ બોડીને અંતિમક્રિયા માટે સ્મશાન ગૃહે કે માદરે વતન લઇ જવા માટે એમ્બ્યુલન્સ કે શબ વાહિની મળતી નથી. આવા કપરા સમયે પટેલ સમાજના દાતાઓના સહયોગથી સર્વજ્ઞાતિય જનસમુદાયના લાભાર્થે અંતિમયાત્રા-શબવાહિની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સેવા માટે જગદીશભાઈ લોરિયા (મો. 87587 22422) અથવા વાસુદેવભાઈ સુવારિયા (મો. 99792 86200)નો સંપર્ક કરી શકાશે.