કુલ ૪૦૦ ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું : પ્રથમ દિવસે એ પૈકી ૨૫ ખેડૂતોને બોલાવાયા : પ્રતિ મણ ૩૫૧થી ૩૯૦ના ભાવના સોદા થયા મોરબી : મોરબી માર્કેટિંગયાર્ડ ખાતે આજે બુધવારે ઘઉંની ખરીદીનો પ્રારંભ થયો હતો. જેમાં ઓનલાઈન નોંધણી કરાવી હોય એવા ખેડૂતો પૈકી 25 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. ગત 22 એપ્રિલના રોજ ઘઉંના વેચાણ માટે ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યું હતું. જેમાં અંદાજે 400 ખેડૂતોએ જણસી વેચવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તે પૈકી આજે બુધવારે 25 ખેડૂતોને માલ વેંચવા માટે માર્કેટિંગ યાર્ડ ખાતે બોલાવાયા હતા. પ્રારંભનો સોદો 349 રૂપિયા પ્રતિ મણનો થયો હતો. જો કે ત્યારબાદ તમામ સોદા 351થી લઈને 390 રૂપિયા પ્રતિ મણના ભાવે પડ્યા હતા. આજે પ્રથમ દિવસે 4000 મણ ઘઉંના સોદા થયા હતા. આજના પ્રથમ દિવસે તમામ ખેડૂતોને તેમજ ટ્રેકટર ડ્રાઇવરોને યાર્ડમાં પ્રવેશતા પહેલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ હાથ સેનીટાઇઝર વડે સાફ કરી યાર્ડમાં પ્રવેશવા દેવાયા હતા. આ ઉપરાંત યાર્ડની ઓફીસ પાસે સેનીટાઇઝર ચેમ્બર મુકવામાં આવી છે આથી યાર્ડ ઓફિસમાં પ્રવેશતા તમામને આ ચેમ્બરમાંથી પાસ થયા બાદ જ પ્રવેશ અપાયો હતો. જણસોની ખરીદી વખતે જિલ્લા રજિસ્ટ્રાર, ખેતીવાડી બાગાયત અને પોલીસ સ્ટાફ સહિતના દરેક વિભાગમાંથી 1 - 1 અધિકારી ખાસ હાજર રહેશે . આજે માર્કેટિંગયાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી ગજેરા, જિલ્લા રજિસ્ટ્રાર સંગીતાબેન રૈયાણી તેમજ પ્રાંત અધિકારી ખાચરની હાજરીમાં ઘઉંની ખરીદીનો પ્રારંભ કરાવાયો હતો. કુલ 400 ખેડૂતોએ કરાવેલા રજિસ્ટ્રેશન પૈકી 25 ખેડૂતો આજે બોલાવાયા હતા એ જ રીતે હવે ક્રમબદ્ધ રીતે ખેડૂતોને બોલાવવામાં આવશે આથી આજે જે રીતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયું એ જ રીતે આગળ ઉપર પણ મેન્ટેન્સ કરી શકાય. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/