28મીએ થશે પૂર્ણાહુતિ : દરરોજ સવારે 9:30થી 1:30 કથા શ્રવણ કરવા પધારવા નિમંત્રણમોરબી : મોરબીના ફાટસર ગામ મુકામે વિરમ ચાવડાના મેલડીમાંના મંદિરે રબારી સમાજની દુઘઈના જગ્યાના મહંત રામબાલકદાસબાપુના મુખેથી શ્રીમદ્ દેવી ભાગવત પારાયણનો પ્રારંભ થઇ ગયો છે. જેનું પૂર્ણાહુતિ તા.28ના રોજ થવાની છે. કથા સમય સવારે 9:30થી 1:30નો છે. આ ધાર્મિક આયોજન ભુવાજી દિનેશભાઈ કરણાભાઈ ચાવડા(રબારી) દ્વારા કરવામાં આયવું છે. મોરબી તથા આજુબાજુની સમસ્ત ધર્મપ્રેમી જનતાને આ કથાનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. કથાના રસપાન બાદ ભોજનની વ્યવસ્થા પણ રાખેલ છે. તેમ યાદીમાં જણાવાયું છે.