બાર પોરો પાટોત્સવનું આયોજન મોરબી : જાજાસરમાં આવેલ અલખધામ આશ્રમમાં આજથી મંદિરનું જીર્ણોધાર,(હવન-હોમ) બાર પોરો પાટોત્સવ-રામદેવ રામાયણનો પ્રારંભ થયો છે.જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે.તેમજ મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યો છે. જાજાસરમાં અલખધામ આશ્રમમાં આજથી મંદિરનું જીર્ણોધાર,(હવન-હોમ) બાર પોરો પાટોત્સવ-રામદેવ રામાયણનો પ્રારંભ થયો છે.કથા વિરામ તા.16ને સોમવારના રોજ થશે.કથા સમય સવારે 9 થી 12 કલાક અને બપોરે 3 થી 6 કલાકનો છે.કથા અલખધામ આશ્રમ ખાતે યોજાઈ છે.બાર પોરો પાઠ તા.11 થી 12ના રોજ રાખેલ છે.હવન-હોમ તા.14 થી 16 સુધી કરવામાં આવશે.કથા વક્તા બાળ વિદુષી રતનબેન(ગુરુ ભાવેશ્વરીબેન) છે. કથામાં તા.11ના રોજ નંદ ઉત્સવ,તા.12ના રોજ રામદેવજી મહારાજ પ્રાગટ્ય,તા.13ના રોજ ભૈરવ ઉધ્ધાર,તા.14ના રોજ રામદેવ વિવાહ,તા.15ના રોજ ગતગંગા ભક્તોની કથા,તા.16ના રોજ રામદેવ સમાધિ પોથી યાત્રા અને રામામંડલ યોજાશે અને તા.10 થી 16 સુધી બપોર 11:30 તથા સાંજે 6:30 કલાકે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. જેનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા નાગરાજ બાપુએ અપીલ કરી છે.