મોરબીઃ મોરબીના દરબાર ગઢ ખાતેના રામ મહેલ મંદિર ખાતે તા. 13 થી શ્રી રામ ચરિત માનસ માસ પારાયણનું આયોજન કરાયું છે. એક માસ ચાલનારી આ પારાયણનો આજથી પ્રારંભ થયો છે. રામ મહેલ મંદિર મોરબી ખાતે રામ ચરિત માનસ માસ પારાયણનો તારીખ 13 જુલાઈથી પ્રારંભ થયો છે. આ કથામાં વ્યાસપીઠ પર સુખરામ બાપુ (માનસ મંદિર) બિરાજશે અને એક મહિના સુધી કથાનું રસપાન કરાવશે. દરરોજ સાંજે 5 વાગ્યાથી 6-30 વાગ્યા સુધી કથાનું શ્રવણ કરવા માટે ધર્મ પ્રેમી ભાઈઓ-બહેનોનો પધારવા આમંત્રણ પાઠવાયું છે.