મોરબી : મોરબીમાં Kgbv-કન્યાઓ માટેની સંસ્થા શરુ થઇ છે. જેમાં જરૂરિયાતમંદ કન્યાઓને ભણવા અને રહેવા માટે એડમિશન આપવામાં આવશે. એડમિશનના નવા નિયમ મુજબ બાળાને વર્ષ 2021-'22માં ધો. 6થી 9માં પ્રવેશ મળી શકશે. તેમજ કન્યાઓને નીચે મુજબની સુવિધાઓ બારમા ધોરણ સુધી વિનામુલ્યે મળી શકશે. વિદ્યાર્થીનીઓને આ તમામ સુવિધાઓ મળશે 1. 2 ટાઇમ સારું આરોગ્યપ્રદ ભોજન ...2 ટાઇમ નાસ્તો 2. આધુનિક બિલ્ડીંગ માં હવા ઉજાસ વાળી પર્સનલ બેડિંગ સાથેની રહેવાની વ્યવસ્થા 3. ગરમ પાણી સાથે સ્વચ્છ સેનિટેશન તેમજ પીવામાટે R O નું પાણી.. 4..છાત્રાલયમાં વોર્ડન ..આસી. વોર્ડન .નું 24 કલાક માર્ગદર્શન ની સાથે સાથે.સ્પોર્ટ ...આર્ટ... કોમ્યુટર ...માટે ના સ્પેશિયલ લેડીઝ ટીચર દ્વારા પૂરતા સાધનો સાથે વ્યવસ્થિત કોચિંગ .. 5.ગણિત..વિજ્ઞાન અંગ્રેજી ના ટ્યુશન .. 6 ..આખા વર્ષ દરમિયાન જરૂરી તેલ ..સાબુ.. શેમ્પુ.. સ્ટેશનરી....સ્કૂલ તેમજ ..હોસ્ટેલ .માટે ....યુનિફોર્મ. 7..દર માસ માં નિયમ મુજબ બેન્ક ખાતા માં સ્ટાઈપેન્ડ પણ જમા કરવામાં આવે છે ઉપરોક્ત તમામ સુવિધા kgbvમાં વિનામૂલ્યે આપવામાં આવે છે. ઉપરાંત દરેક kgbv cctv કેમેરાથી સજ્જ છે. રમત-ગમત, સીવણ, યોગ, સાંસ્કૃતિક કાર્યક્રમો માટેના પૂરતા સાધનો પણ ઉપલબ્ધ છે. અરજી માટે સંસ્થાની વેબસાઈટની મુલાકાત લઇ શકાશે. કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી, તેમ યાદીમાં જણાવાયું છે. www.sebexam.org