મોરબી : મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ તથા ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા મહેન્દ્રનગર ખાતે મહિલાઓના આર્થિક વિકાસ માટે સીવણ કલાસ શરૂ કરાયા છે. મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જનકીબેન તેમજ ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા મહિલાઓ અને બાળકો અને મહિલાઓના આર્થિક અને સામાજીક ક્ષેત્રે વિકાસ અર્થે કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત મહેન્દ્રનગર ગામ ખાતે વિનામુલ્યે સીવણ ક્લાસ ચાલુ કરવામાં આવ્યા હતા અને મહિલાઓના આર્થિક અને સામાજીક ક્ષેત્રે 'પુરુષ સમોવડી સ્ત્રી' સૂત્ર ખરા અર્થમાં સાર્થક થાય એ માટે તમામ મહિલાઓને તેના પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. જેથી, તે પોતાના પરિવાર માટે રોજગારી મેળવી શકે અને બીજા પર આશ્રિત ન રહે તે માટે આ સીવણ કલાસ શરૂ કરવામાં આવ્યા છે. સીવણ ક્લાસનું મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા સહિતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સીવણ ક્લાસ ગંગાસ્વરૂપ વિધવા સહાય સમિતિના પ્રમુખ શારદાબેન દેવકારણભાઇ આદ્રોજાના નેજા હેઠળ મહેન્દ્રનગર , ઈન્દીરાનગર તેમજ જુદા જુદા છ વિસ્તારો આમાં શરૂઆત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં મહેન્દ્રનગર ગામના સરપંચ રાજાભાઈ, તાલુકા પંચાયત સદસ્ય ભાવનાબેન જ્યંતિભાઈ, તાલુકા પંચાયત સદસ્ય રસીલાબેન સીપર, તાલુકા ભાજપ ઉપપ્રમુખ કેશુભાઈ કલોલા સહિત મહેન્દ્રનગર ગામના ગંગારામભાઈ ધોરીયાણી, મનસુખભાઇ આદ્રોજા, રાજેશ શેરસીયા, તાલુકા ભાજપ મંત્રી રીટાબેન તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મોરબી ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલાએ સ્ત્રી સશક્તિકરણના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિદ્ધાંતોને વળગી રહેવા અને તેને અનુસરીને મહિલાઓને પુરુષ સમોવડી ગણવા લોકોને અનુરોધ કર્યો હતો. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..