ટંકારા : ટંકારા સ્થાનકવાસી જૈન સંઘ તથા મોહનલાલ ચત્રભુજ ગાંધી પરિવાર દ્વારા ટંકારા સ્થા.અપાસરા ખાતે આજથી પાંચ દિવસ પુણ્યાત્માની પુણ્યસ્મૃતિ આરાધના મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.જૈન શાસનમાં ટંકારા જેનાથી ગૌરવવંતુ છે તેવા સાત - સાત સતિ રત્નો અને બે - બે સંતોના સંસ્કારથી ધર્મ પ્રભાવની પુણ્યભુમી છે.ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દિપક પ.પુ. બા.બ્ર. પ્રવચન પ્રભાવક જયાબાઇ મહાસતિજીની 24મી પુણ્ય તિથિ તથા પ.પુ.બા.બ્ર. સૌમ્યસ્વભાવી માં સ્વામી વિજ્યા બાઇ મહાસતિજીની છઠ્ઠી પુણ્યતિથી નિમિત્તે ટંકારા સ્થાનકવાસી જૈન સંધ તથા પ.પુ.માતૃશ્રી જડાવબેન મોહનલાલ ચત્રભુજ ગાંધી પરિવાર દ્વારા ટંકારા અપાસરા ખાતે તા. 1 જાન્યુઆરી થી પાંચ દિવસ અનોખી ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. જેમાં ગોંડલ સંઘાણી સંપ્રદાયના શ્રુતનિધિ પહાડી પ્રવચનકારક ૫.પુ.બા.બ્ર. સાધનાબાઇ મહાસતિજી વ્યાખ્યાન વાચસ્પતી બા.બ. રાજેશ્વરીબાઇ મહા. તથા હંસાબાઇ મહાસતિજી બા.બ્ર. નંદાબાઇ મહા, આદિઠાણા -૧૨ શ્રીસ્મૃતી પ્રસંગે ઉપસ્થિત રહેશે.આ પાંચ દિવસના તપ આરાધના કાર્યક્રમમાં આયંબીલ (શ્રી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય આયંબીલશાળામાં)તા. 4-1-24 ગુરૂવારે બીજા દિવસે શુક્રવારે બેસણું શનિવારે એકાસણું, રવિવારે એ પુણ્ય પ્રાપ્ત દિવસે સવારે નવ વાગ્યે વ્યાખ્યાન, પછી સ્મુતી વંદના બાદમાં મહાનુભાવોનું સ્વાગત શબ્દાજંલી જે. જે. એયુએસ દ્વારા જરૂરીયાતમંદ ને રાશનકીટ અને ગરમ કપડાં નું વિતરણ ટંકારા પાંજરાપોળ ને ખાણ ત્યારબાદ જીવદયા ટિપ જીર્ણોદ્ધાર ટિપ પછી મહા માંગલિક અને નવકારશી સંધ જમણ યોજાશે. અને કાર્યકમ ના છેલ્લા દિવસે સોમવારે ઉપવાસ થકી આરાધના કરવામાં આવશે.તેમજ તા. 1 થી 15 જાન્યુઆરી દરરોજ સવારે 9:30 થી 10:30કલાકે પ્રવચન સામાયીક - ત્રણ સાંજે પ્રતિક્રમણ - રાત્રી જ્ઞાન ધર્મ ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમો તમામ જૈન પરિવારોએ લાભ લેવા ટંકારા સંઘ તેમજ ગાંધી પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.