વિતરણ સાંજે ૪ થી ૭ કલાક દરમિયાન કરવામા આવશે મોરબી : પ્રવર્તમાન સમયમા કોરોનાની મહામારી સામે સમગ્ર વિશ્વ ઝઝુમી રહ્યુ છે, ત્યારે પાણીની વરાળનો નાશ કોરોના સામે લડવામા ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્ટીમ મશીન (નાશનુ મશીન) કે જેની બજાર કીંમત રૂ. ૨૫૦ થી ૩૦૦ આસપાસ છે. તેનુ પ્રતિ નંગ રૂ. ૮૦ લેખે સર્વજ્ઞાતિય વિતરણ કરવામા આવશે. વિતરણ સાંજે ૪ થી ૭ કલાક દરમિયાન કરવામા આવશે. મશીન લેવા આવનાર વ્યક્તિઓ એ માસ્ક પહેરવુ તેમજ સોસિયલ ડીસ્ટન્સિંગનુ પાલન કરવુ ફરજીયાત રહેશે. તેમ રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા હરીશભાઈ રાજાએ યાદીમા જણાવ્યુ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate