મોરબી: પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર દ્વારા રોજગારલક્ષી તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયાનો મોરબીમાં પ્રારંભ થયો છે.18થી 35 વર્ષના ભાઈઓ-બહેનોને ભારત સરકાર તરફથી ટૂંકાગાળાની રોજગારલક્ષી તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ તાલીમ દરમ્યાન બુક, યુનિફોર્મ, બેગ, આઈકાર્ડ વિનામૂલ્યે આપવામાં આવે છે. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનારને સરકાર માન્ય સર્ટિફિકેટ સાથે રૂપિયા 2 લાખનો વીમો તેમજ નોકરી મેળવવામાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે. ઉપરોક્ત તાલીમ કેન્દ્રમાં નવા સત્રની પ્રવેશ પ્રક્રિયા હાલમાં જ શરૂ કરવામાં આવી છે. મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો હોય વહેલા તે પહેલાંના ધોરણે 'પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર', ત્રીજો માળ, ઘનશ્યામ માર્કેટ, વી માર્ટની બાજુમાં, રવાપર રોડ, મોરબી ખાતે સવારે 9થી સાંજે 6 વાગ્યા દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવો. ઉક્ત સ્થળે આવતા સમયે આધારકાર્ડ, છેલ્લી માર્કશીટ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, બેંક પાસબુક તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે રાખવા એક યાદીમાં જણાવાયું છે. વધુ વિગત માટે સેન્ટર મેનેજર નીરવ ભાલોડિયાના 7487076374 પર સંપર્ક કરી શકાય છે.