મોરબી : કર્ણાટકના ગવર્નર થાવરચંદ ગેહલોત દ્વારા ભારત સરકાર વતી સ્મારક ટપાલ ટિકિટ અને 800 રૂપિયા અને 900 રૂપિયાનો સ્મારક સિક્કો જૈન સમાજના 23મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ જન્મ અને નિર્વાણ કલ્યાણકના સિક્કા બહાર પાડવામાં આવ્યા છે. આ સિક્કા મોરબીના એડવોકેટ મિતેશભાઈ દવે પાસે સૌ પ્રથમ આવ્યા છે.મોરબીના આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સંગ્રહકર્તા મિતેષભાઈ દવે એડવોકેટના મત અનુસાર 800 અને 900 રૂપિયાનો સ્મારક સિક્કો ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. જે ભારતીય ચલણના ઇતિહાસમાં પ્રથમ સિક્કો છે અને એ સિક્કાનું વજન 40 ગ્રામ હશે. જેમાં શુદ્ધ 99.99 ચાંદી ધાતુ રહશે. જેની એક તરફ રાષ્ટ્રીય મુદ્રા અશોક સ્તંભ અને બીજી તરફ ભગવાન પાર્શ્વનાથની છબી રહેશે.