પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ, જીતુભાઈ દ્વારકાવાળા અને અશ્વિન બરાસરા હાસ્યરસ અને સાહિત્સરસ પિરસશે મોરબી : પ્રજ્ઞાચક્ષુ પુનઃર્વસન કેન્દ્ર- લક્ષ્મીનગર, મોરબી દ્વારા પ્રજ્ઞાચક્ષુઓના આવાસના લાભાર્થે મોરબીમાં આગામી તારીખ 6 નવેમ્બરના રોજ હાસ્ય અને લોકસાહિત્યનો કાર્યક્રમ યોજાનાર છે. મોરબીના લક્ષ્મીનગર સ્થિત પ્રજ્ઞાચક્ષુ પુનઃર્વસન સેવા કેન્દ્ર ખાતે 6 નવેમ્બરના રોજ રાત્રે 9-30 કલાકે આ કાર્યક્રમ યોજાશે. જેમાં હાસ્યસમ્રાટ પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ, જીતુભાઇ દ્વારકાવાળા તથા લોકસાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરા હાસ્યરસ અને લોકસાહિત્ય પિરસશે. સાથે જ પ્રજ્ઞાચક્ષુ બાળાઓ દ્વારા નૃત્ય કૃતિઓ રજુ કરવામાં આવશે. પ્રજ્ઞાચક્ષુઓના વિકાસ માટે તેમજ મોરબીમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે 100 ફ્લેટ બનાવવાના લાભાર્થે મોરબીના આંગણે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં પધારવા સૌને આમંત્રણ પાઠવાયું છે.