વાંકાનેર : વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની પ્રાથમિક શાળા ખાતે દેશભક્તિ નાં કાર્યક્રમો યોજી પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી.સમથેરવા ગામના સરપંચ વિજયભાઇ ઉકડિયાના મુખ્ય અતિથિ પદે યોજાયેલ પ્રજાસતાક પર્વની ઉજવણીમાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપેલ હતી.સમગ્ર કાર્યક્રમ સમથેરવા પ્રાથમિક સ્કૂલના પ્રિન્સિપાલ હેતલબેન બોસમિયા તેમજ અન્ય સ્ટાફ સભ્યોની આગેવાની અને તેમની દેખરેખ હેઠળ યોજાયો હતો જેમાં સ્વચ્છ ભારત સુંદર ભારત, બેટી બચાવો બેટી પઢાવો અને પર્યાવરણ બચવો વિશે જાગૃત કરી બંને એટલા વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન થાય અને આવનારી પેઢીને આ ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માત્ર પર્યાવરણ જતન જ એક ઉત્તમ હથિયાર છે તે સમજાવી પર્યાવરણનું જતન કઈ રીતે કરવું તેમજ જળ એ જ જીવન અને દેશભક્તિનાં કાર્યક્રમો સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.