કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પાત્રાભિનય અને નૃત્યોની રજૂઆત કરી9 મોરબી : આજ વિશ્વ મહિલા દિવસ હોવાથી ઠેર ઠેર વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.એ જ રીતે ભરતનગર પ્રાથમિક શાળામાં વિશ્વ મહિલા દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીઓ માટે ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો.તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભરતનગર પ્રાથમિક શાળામાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં છોકરા અને છોકરીઓ માટે ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યા હતા.છોકરાઓ માટે બ્લેક કલર અને છોકરીઓ માટે ગુલાબી કલર નક્કી કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત પ્રાર્થના સભામાં સાંસ્કૃતિક કાર્યક્રમની રજુઆત કરવામાં આવી હતી.જેમાં સીતામાતા,દ્રૌપદી, મધર ટેરેસા અને રાણી લક્ષ્મીબાઈનુ પાત્રાભિનય અને ધોરણ ૧ અને ૭ ની બાળાઓ દ્વારા ડાન્સની રજૂઆત કરવામાં આવી હતી.આમ આજના દિવસની તમામ વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે 1911થી મનાવવામાં આવતો વિશ્વ મહિલા દિવસએ તો સાંપ્રત સમયની શોધ છે.પરંતુ પ્રાચીન ભારતીય અસ્મિતા શ્રાવણ વદ અમાસના દિવસને તો શૈકાઓથી માતૃદિન તરીકે ઉજવણી કરવામાં આવે છે.પશ્ચિમની સંસ્કૃતિ ભોગ્યા છે.જ્યારે ભારતીય સંસ્કૃતિએ પૂજયા છે.માટે જ માતૃદિન તરીકે લેખાય છે.પહેલા શિક્ષિત,પછી સશકત,પછી સમર્થ,પછી સર્વત્ર બની જતી પ્રણાલીની અધિષ્ઠાત્રી હે નારી જગત ચાલો આજે સ્વયંને ફરી એકવાર ઊર્જાથી પુનઃસંચરીત કરી લઈએ અને સ્મરી લઈએ કે નારી એ જ પરમ શક્તિ છે.વાંગ્મય ચલાવે તે શારદાનું હાસ્ય છે.શિવ તાંડવ સમાવે એ પાર્વતીનું લાસ્ય છે. તેમ યાદીમાં જણાવાયું છે.