મોરબી: રંગોનો મહાપર્વ ધૂળેટી આજે મોરબીમાં અત્યંત હર્ષોલ્લાસ અને ઉમંગભેર મનાવવામાં આવ્યો હતો. મોરબીના રસ્તાઓ આજે જાણે રંગોની ચાદર ઓઢી હોય તેવા નજરે પડતા હતા. સવારના 8:00 વાગ્યાથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ડીજેના સૂર રેલાવા લાગ્યા હતા અને લોકો રંગોના ઉત્સવમાં તરબોળ થવા રસ્તા પર ઉતરી આવ્યા હતા.રવાપર અને શનાળા રોડ પર પ્રચંડ ઉત્સાહમોરબીના પોશ ગણાતા રવાપર રોડ અને શનાળા રોડ પરની સોસાયટીઓમાં ભવ્ય આયોજનો જોવા મળ્યા હતા. રવાપર રેસીડેન્સી, નીલકંઠ સોસાયટી અને અવધ રોડ પરની સોસાયટીઓમાં રહેવાસીઓએ સમૂહ ધૂળેટી રમી હતી. સોશિયલ મીડિયા પર શેર થયેલા વીડિયો મુજબ, અનેક વિસ્તારોમાં લોકોએ ઉત્સાહપૂર્વ ઉજવણી કરી હતી, જ્યાં યુવાનો અને મહિલાઓ ગીતો પર ઝૂમતા જોવા મળ્યા હતા.સામા કાંઠા અને ગ્રામ્ય પંથકમાં ભાઈચારાના દ્રશ્યોસામા કાંઠા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ, ત્રાજપર અને મહેન્દ્રનગર ચોકડી આસપાસ પણ ભારે ભીડ જોવા મળી હતી. અહીં પરંપરાગત રીતે ગુલાલથી હોળી રમવાની સાથે વડીલોના આશીર્વાદ લેવાની પરંપરા પણ જળવાઈ રહી હતી. ગ્રામ્ય પંથકોમાં પણ ધૂળેટીની રમઝટ જામી હતી, જેમાં લોકોએ એકબીજાને હોળીની શુભકામનાઓ પાઠવી હતી.સોશિયલ મીડિયા પર સેલ્ફી અને રીલ્સનો દબદબોઆજની ધૂળેટીમાં ટેકનોલોજીનો રંગ પણ ભળ્યો હતો. મોરબીના યુવાનોએ રંગબેરંગી ચહેરાઓ સાથેની સેલ્ફી અને સ્લો-મોશન રીલ્સ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પોસ્ટ કરીને 'Happy Dhuleti' ના મેસેજ સાથે ધૂમ મચાવી હતી. અનેક લોકોએ ફેમિલી ગેટ-ટુ-ધરના ફોટા શેર કરીને આ પર્વની યાદોને કાયમી બનાવી હતી.બાળકોમાં પિચકારીનું આકર્ષણબજારમાં આ વર્ષે નવી જાતની પિચકારીઓ અને હર્બલ કલર્સની માંગ વધુ જોવા મળી હતી. નાના બાળકોએ કાર્ટૂન કેરેક્ટર વાળી પિચકારીઓથી મિત્રોને રંગે રગદોળ્યા હતા. મોરબીમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, જેથી શાંતિપૂર્ણ માહોલમાં સૌએ પર્વની ઉજવણી કરી હતી.#Morbi #Dhuleti2026 #MorbiUpdate #SocialMediaViral #HoliCelebration #RavaparRoad #ShanalaRoad #MorbiCity #FestivalOfColors #GujaratNews #HoliReels