મોરબી : મોરબીની પીએમશ્રી વરડુસર પ્રાથમિક શાળામાં 'સ્વપ્નો સે હકીકત કી ઉડાન' રંગોત્સવ કાર્યક્રમ, નવા બિલ્ડીંગનો લોકાર્પણ અને સન્માન સમારોહ વાંકાનેર તાલુકાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો. પીએમશ્રી વરડુસર પ્રાથમિક શાળામાં રંગોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ધર્મેન્દ્રસિંહ ઝાલા, તાલુકા ભાજપના પ્રમુખ પરેશભાઈ મઢિયા અને મયુરસિંહ પરમાર બી.આર.સી. કો. ઓર્ડીનેટર, નરેન્દ્રસિંહ ચૌહાણ સી.આર.સી. કો ઓર્ડીનેટર જામસર, વિનોદભાઈ સોલંકી જામસર તાલુકા શાળાનાં આચાર્ય, સમસ્ત સી.આર.સી.ના આચાર્ય મિત્રોની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવનાર DlSSના 11 વિદ્યાર્થીઓનું સન્માન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉચ્ચ સિદ્ધિ મેળવનાર 9 વિદ્યાર્થીઓનું સન્માન તેમજ દાતાશ્રી અને ભૂતપૂર્વ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન સમગ્ર કાર્યક્રમ સમસ્ત સી.આર.સી.ના આચાર્ય, સમસ્ત ગ્રામજનોના, એસએમસીના સભ્યો, આચાર્ય રેખાબેન ભરાડીયા તેમજ ભૂતપૂર્વ આચાર્ય પંકજભાઈ ધામેચા અને સર્વે સ્ટાફ પરિવારના સહકારથી સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.