વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગુંદાખડાથી સરોડી ગામ જવાના રસ્તે ગત તા.15 જુલાઇ રોજ સાંજના સમયે ચોટીલા તાલુકાના નાળિયેરી ગામથી સરોડી ખાતે બાઈક લઈ સ્કૂલે ગયેલ સગીર પરત ઘેર આવતો હતો ત્યારે ગુંદાખડા ગામની સીમમાં સામેથી આવતા જીજે -36 - એકે - 3431 નંબરના બાઈક ચાલકે સગીરના બાઈક સાથે અકસ્માત સર્જતાં સગીરને ઇજાઓ પહોંચી હતી.અકસ્માત અંગે સગીરના કાકા પ્રભાતભાઈ ભોજાભાઈ રાઠોડ રહે.નાળિયેરી, તા.ચોટીલા વાળાએ બાઈક ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.