મોરબી : મોરબીમાં કોરોના કેસના પગલે કલેકટરની આવશ્યક વસ્તુઓ કારિયાણા, શાકભાજી સહિતની દુકાનો બપોરના 2 વાગ્યા બાદ બંધ રાખવા જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે. મોરબી જિલ્લા કલેકટર દ્વારા એક જાહેર અપીલ કરાઈ છે. જેમાં ગઈકાલે મોરબી જિલ્લામાં કોરોના વાયરસનો એક કેસ પોઝીટીવ આવેલ છે. તેથી, લોકલ ટ્રાન્સમિશન ન બને તેની તકેદારીનાં ભાગરૂપે બિનજરૂરી અવર-જવર ટાળવા જીવન જરૂરીયાતની આવશ્યક ચીજ-વસ્તુઓની ખરીદી સવારના 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં પુર્ણ કરવાની રહેશે. જેથી, જાહેર જનતાની અને વેપારીઓની અવર-જવર ઉપર નિયંત્રણ રહે. શાકભાજી- કરીયાણું, દુધ, ફળ-ફળાદી વિગેરે વેપારી એસોશિયેશનને પણ બપોરના 2 વાગ્યા બાદ દુકાનો બંધ અપીલ કરવામાં આવી છે. તેમજ બિનજરૂરી અવર-જવર ન રહે અને કોરોના વાયરસના ચેપથી મોરબી જિલ્લો સુરક્ષિત રહે તે માટે જાહેર જનતાને બિનજરૂરી બહાર ન નિકળવા અને પોલિસ તથા વહિવટીતંત્રને પુરતો સહયોગ આપવા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/