વિવિધ કચેરીઓની જઈ હાજર સ્ટાફ અને અરજદારો સાથે કર્યો સંવાદમોરબી : મોરબી જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરેએ આજે મોરબીના લાલબાગ તાલુકા સેવા સદન ખાતે કાર્યરત વિવિધ કચેરીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી.કલેક્ટર સ્વપ્નિલ ખરેએ તાલુકા સેવા સદનમાં આવેલી મહેસૂલી કચેરીઓ, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તથા અન્ય વિભાગની કચેરીઓનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ દરેક વિભાગમાં ચાલી રહેલી વહીવટી કામગીરીની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત, કચેરીઓમાં પોતાના વિવિધ કામો અર્થે આવેલા સામાન્ય અરજદારો સાથે પણ કલેક્ટરે સીધી વાતચીત કરી હતી. સરકારી કામકાજ બાબતે અરજદારોના પ્રતિભાવો અને મંતવ્યો જાણ્યા હતા. #Morbi #MorbiUpdate #MorbiNews #MorbiCollector #SwapnilKhare #TalukaSevaSadan #CMOGuj #RevenueDepartment #GujaratGovernment