ટંકારા: મોરબી જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે દ્વારા ટંકારા તાલુકાની વિવિધ સરકારી કચેરીઓની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ટંકારા મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, ખરીદ કેન્દ્ર તેમજ નગરપાલિકા સહિતની કચેરીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, વિવિધ શાખાઓની કામગીરી બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને ખરીદ કેન્દ્ર પર ચાલતી ખરીદીની પ્રક્રિયા અને SMS ની પ્રક્રિયા કેવી રીતે વધુ સારી રીતે થઈ શકે તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે, ટંકારા મામલતદાર કચેરી અને સ્થાનિક તંત્ર દ્વારા સારી કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી હજુ પણ વધુ સારી રીતે થાય તે હેતુથી વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. #Morbi #MorbiUpdate #Tankara #MorbiCollector #SwapnilKhare #SurpriseVisit #MorbiNews #GujaratNews