મોરબી: મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સ્વપ્નીલ ખરે દ્વારા જિલ્લાના તમામ મતદારોને એક મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. રાજ્યભરમાં ચાલી રહેલા મતદાર યાદીના વિશેષ સંક્ષિપ્ત સુધારણા (SIR)ની કામગીરી અંતર્ગત, જે મતદારોએ હજુ સુધી પોતાનું ગણતરી ફોર્મ (EF) ભરીને પરત આપ્યું નથી, તેમને આવતીકાલ તારીખ 22 નવેમ્બર અને 23 નવેમ્બરના રોજ પોતાનું ફોર્મ બૂથ પર જમા કરાવવા અપીલ કરવામાં આવી છે. જે મતદારોને ફોર્મ ભરવામાં કોઈ નાની-મોટી મુશ્કેલી હોય અથવા ફોર્મ ભરવાનું બાકી હોય, તેમના માટે BLO બે દિવસ માટે બૂથ પર સવારે 9:00 થી બપોરે 1:00 કલાક સુધી હાજર રહેશે. કલેક્ટરે તમામ મતદારોને આ સમયગાળા દરમિયાન પોતાના ફોર્મ પરત આપી દેવા માટે ભારપૂર્વક અનુરોધ કર્યો છે.