મોરબી પ્રાંત મદદનીશ ચૂંટણી અધિકારી હોવાથી તેમને ચીફ ઓફિસરની જવાબદારીમાંથી મુક્તિ અપાઈમોરબી : મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરની જવાબદારી સંભાળી રહેલા મોરબી પ્રાંત મદદનીશ ચૂંટણી અધિકારી હોય, તેઓની કામગીરી હળવી કરવા માટે કલેકટરે નગરપાલિકાના ચીફ ઓફિસરનો હવાલો હળવદ પ્રાંતને સોંપ્યો છે.જિલ્લા કલેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે મોરબી નગરપાલિકાના ચીફ ઓફીસરનો વધારાનો હવાલો જિલ્લામાં પ્રાંત અધિકારી,મોરબી તરીકે ફરજ બજાવતા સુશીલ પરમારને સોંપવામાં આવેલ હતો. પરંતુ આગામી સમયમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ યોજાનાર હોય, ચુંટણીમાં સુશીલ પરમાર, પ્રાંત અધિકારી,મોરબી હોદ્દાની રૂએ મદદનીશ ચુંટણી અધિકારી તરીકે ફરજ બજાવવાની રહેતી હોય, જેથી લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ની કામગીરી ધ્યાને લેતા સુશીલ પરમાર, પ્રાંત અધિકારી,મોરબી હસ્તકનો મોરબી નગર પાલીકાના ચીફ ઓફીસરની તમામ કામગીરીનો હવાલો ડી.વી.ડોબરીયા, પ્રાંત અધિકારી,હળવદને તેઓની મુળ ફરજ ઉપરાંત સોંપવાનો હુકમ કરવામાં આવે છે.